મોરબીના શનાળા રોડ પર વિશાળકાય વૃક્ષ ધરાશાયી

- text


મોરબી : મોરબી શહેરમાં વરસાદના કારણે શનાળા રોડ પર વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે. શનાળા રોડ પર આવેલા વિશાલ સ્ટોર્સ પાસે વિશાળકાય લિમડાનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે. વરસાદના કારણે વૃક્ષ જમીનમાંથી ઉખડીને પડી ગયું હતું. વૃક્ષ પડતાં ત્યાંથી પસાર થતાં લોકોને પણ અવર-જવરમાં થોડી મુશ્કેલી ઉભી થઈ હતી. જો કે સદભાગ્યે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

- text

- text