મોરબી જિલ્લામાં CETની પરીક્ષામાં 57.41 ટકા વિદ્યાર્થીઓએ 40થી વધુ માર્ક્સ મેળવ્યા

- text


મોરબી જિલ્લામાં 9605 વિદ્યાર્થીઓએ CET ની પરીક્ષા આપી હતી

મોરબી : ગુજરાત સરકાર દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજવામાં આવી હતી. આ પરીક્ષા સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 1 થી 5નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓએ આપી હતી. હવે ધોરણ 6માં નિ:શુલ્ક આ વિદ્યાર્થીઓને મેરિટના આધારે એડમિશન આપવામાં આવશે. જેમાં સમગ્ર ગુજરાતમાં શાળાના વિદ્યાર્થીઓએ CET ની પરીક્ષા આપી હતી. જેમાં સમગ્ર રાજ્યમાં 534615 જેટલા વિદ્યાર્થીઓએ આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી હતી. જેમાં મોરબી જિલ્લામાંથી પણ 9605 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાં 57.41 % જેટલા પરીક્ષાર્થીઓ 40થી વધુ માર્ક્સ મેળવ્યા હતા.

- text

સમગ્ર ગુજરાતમાં 267211 જેટલા વિદ્યાર્થી ભાઈઓ તથા 267404 જેટલી વિદ્યાર્થી બહેનોએ આ પરીક્ષા આપી હતી. જેમાં મોરબી જિલ્લામાં 4714 વિદ્યાર્થી ભાઈઓએ અને 4891 જેટલી વિદ્યાર્થી બહેનોએ પરીક્ષા આપી હતી. આમ રાજ્ય તેમજ જિલ્લા બંનેમાં બહેનોની સંખ્યા વધારે રહી હતી. મોરબી જિલ્લામાં 9605 વિદ્યાર્થીઓમાંથી 42.59 % વિદ્યાર્થીઓને 40થી પણ ઓછા માર્ક્સ મળ્યા છે. 1130 જેટલા વિદ્યાર્થીઓ મોરબી જિલ્લામાં 70થી વધુ ગુણ સાથે ઉતીર્ણ થયા છે. જયારે 71 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ 120 માર્ક્સના આ પેપરમાં 100થી વધુ માર્ક્સ મેળવ્યા છે. આવનાર સમયમાં કટ-ઓફથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ખાનગી / સ્વનિર્ભર શાળામાં ધોરણ 6માં (25% બેઠકોની મર્યાદામાં) પ્રવેશ આપવામાં આવશે.

- text