જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશિપમાં મોરબીના 3667 છાત્રોએ મેળવ્યાં 40 થી વધુ માર્ક્સ

- text


 

મોરબીના કુલ 7102 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, હવે મેરિટના આધારે સ્કોલરશીપનો લાભ મળશે

 

મોરબી : ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશિપ (CGMS ) યોજના અંતર્ગત ધોરણ 1 થી 8નો અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓને મેરિટના આધારે તેઓ ધોરણ 9 થી 12 અભ્યાસ કરી શકે તેનું આયોજન કરવામાં આવેલ છે. આ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી 446698 જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી જેમાંથી મોરબીના પણ 7102 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપેલ હતી. જેમાંથી મોરબીના 3667 વિદ્યાર્થીઓએ 120 માર્ક્સના પેપરમાં 40થી વધુ ગુણ મેળવ્યા હતા.

- text

સમગ્ર ગુજરાતમાં 446698 વિદ્યાર્થીઓમાંથી 220312 વિદ્યાર્થી ભાઈઓ અને 226386 બહેનોએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. જયારે મોરબીમાં 7102 વિદ્યાર્થીમાંથી 3258 વિદ્યાર્થી ભાઈઓ અને 3844 વિદ્યાર્થી બહેનોએ પરીક્ષા આપી હતી. જેમાં મોરબીમાં 120 માર્ક્સના પેપરમાંથી 100 થી વધુ ગુણ મેળવનાર માત્ર બે વિદ્યાર્થીનીઓ છે. જયારે 70 વધુ ગુણ મેળવનાર 272 વિદ્યાર્થીઓ છે. આમ હવે આવનાર સમયમાં મેરીટના આધારે આ ઉતીર્ણ થયેલા આ વિદ્યાર્થીઓ સરકારની સ્કોલરશીપ યોજનાનો લાભ મેળવશે.

- text