વાંકાનેરના મેસરિયા આરોગ્ય કેન્દ્રના 12 કર્મચારીઓ લેઈટ લતીફ : પગાર કપાયા

- text


જિલ્લા આરોગ્ય અધિકારી સુતા રહ્યા અને જિલ્લા વિકાસ અધિકારીએ કરી કડક કાર્યવાહી

મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય અધિકારીની નબળી કામગીરીની વાત જગજાહેર છે ત્યારે વાંકાનેર તાલુકાના મેસરિયા આરોગ્યકેન્દ્રમાં કર્મચારીઓ સમયસર હાજર રહેતા ન હોવાની ફરિયાદ વચ્ચે આ ગંભીર બાબત જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાને આવતા લેઈટ લતીફ 12 કર્મચારીઓના ત્રણ દિવસના પગાર કાપવા આદેશ કરતા ખળભળાટ મચી ગયો છે.

- text

મોરબી જિલ્લા વિકાસ અધિકારીએ વાંકાનેર તાલુકાના મેસરિયા આરોગ્ય કેન્દ્રના બોન્ડેડ ડૉ. રિધ્ધિ મંગે, લેબ ટેકનીશયન મલય હસમુખભાઈ ચાવડા, જુનિયર ફાર્મસીસ્ટ પ્રવિણકુમાર જીવણભાઈ પટેલ, કોમ્પ્યુટર ઓપરેટર રાજેશ બી. ડાભી, સ્ટાફ નર્સ દક્ષા ભગવાનભાઈ મેર, મુબિના ગુલામહુશેન શેરસીયા, ઈન્દુકુમારી શ્રીરામપરમેશ્વર ભગત, ઇન્ચાર્જ મેલ હેલ્થ વર્કર એ.પી. પડાયા, ફિમેલ હેલ્થ વર્કર આઈ.બી. વાધેલા, વોર્ડ બોય સતિષ બી. ટિલાવત, વોર્ડ આયા પાયલબેન જે. સોલંકી અને ડ્રાઇવર હેમુભાઈ એન. વાલા સમયસર ફરજ ઉપર હાજર ન રહેતા હોય જિલ્લા વિકાસ અધિકારીના આદેશ બાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આ તમામ કર્મચારીઓનો ત્રણ દિવસનો પગાર કાપવા કાર્યવાહી કરતા લેઈટ લતીફ કર્મચારીઓમા ફફડાટ મચી જવા પામ્યો છે.

- text