આમા કામ કેમ સારું થાય ! મોરબીમાં જેતપર ગામે ધોધમાર વરસાદમાં દિવાલનું કામ ચાલુ

- text


કોન્ટ્રાક્ટરે ચાલુ વરસાદે કામ શરૂ રાખતા માર્ગ અને મકાન વિભાગે કામ બંધ કરાવ્યું

મોરબી : મોરબીના જેતપર ગામે હાઇવેના કામ દરમિયાન દબાણ ખુલ્લા કરવામાં આવ્યા બાદ અણસમજુ કોન્ટ્રાકટર દ્વારા આજે ધોધમાર વરસાદ વચ્ચે પણ પ્રોટેક્શન વોલ એટલે જે દિવાલનું કામ ચાલુ રાખતા દીવાલની ગુણવત્તા અને મજબૂતાઈ વિશે સવાલો ઉઠતા અંતે આ મામલે માર્ગ અને મકાન વિભાગ સુધી ફરિયાદ જતા કામ બંધ કરવામાં આવ્યું હતું.

- text

જેતપર ગામે મોરબી-પીપળી રોડ પર થોડા દિવસ પહેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને ત્યાં તંત્ર દ્વારા દિવાલ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ વરસાદ ચાલુ હોવા છતાં પ્રોટેક્શન વોલ બનાવવા આરસીસીનું કામ ચાલી રહ્યું હોય કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા. આ અંગે માર્ગ અને મકાન વિભાગના હિતેશ આદ્રોજા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલ જે પ્રોટેક્શન વોલનું કામ ચાલી રહ્યું છે ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ વરસાદે કામગીરી ચાલી રહી હોવાનું ધ્યાને આવતા કોન્ટ્રાક્ટરને સૂચના આપીને કામ રોકાવ્યું હતું અને ફરીથી ગુણવત્તા વાળું કામ કરવા જણાવ્યું હતું.

- text