મોરબી શહેરમાં ધોધમાર બે ઇંચ જેટલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા

- text


મોરબી નગરપાલિકા કચેરી ખાતે માત્ર એક કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો

મોરબી : મોરબી શહેરમાં લાંબા ઈંતજાર બાદ મેઘરાજા મહેરબાન થયા હતા. સવારે 11 વાગ્યા બાદ મેઘરાજા મન મૂકીને વરસતા મોરબી શહેર પાણીમાં તરબોળ થઈ ગયું હતું. મોરબી શહેરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેના કારણે રાહદારીઓ અને રેહવશીઓને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો.

મોરબીમાં આજે 30 જૂન રવિવારે સવારે 11.15 વાગ્યા બાદ મેઘરાજાએ હેત વરસાવવાનું શરુ કર્યું હતું. મોરબી 1માં એટલે કે મોરબી નગર પાલિકા કચેરી ખાતે મૂકેલા વરસાદ માપક યંત્રમાં માત્ર એક જ કલાકમાં 50 mm એટલે કે બે ઇંચ વરસાદ નોંધાયો હતો. મોરબીમાં મેઘરાજાની તોફાની બેટિંગની ચારેકોર પાણી પાણી થઇ ગયું હતું. મોરબીના તમામ મુખ્ય માર્ગો નદીમાં ફેરવાય ગયા હતાં. જ્યારે નીચાણ વાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાવાની ફરિયાદો ઉઠી હતી. જોકે પાણી ભરવાની સમસ્યાની વચ્ચે મોરબીવાસીઓ સારા વરસાદની મોજ પણ માણી હતી. યુવાનો અને કપલો બાઈક પર વરસાદની મોજ માણવા નીકળી પડ્યા હતા.

- text

- text