રાજકોટ-જડચર્લા સ્પેશિયલ ટ્રેન ફરીથી મહેબુબનગર સુધી લંબાવવામાં આવી

- text


મોરબી : મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-જડચર્લા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને ફરીથી મહબૂબનગર સ્ટેશન સુધી લંબાવવામાં આવી છે. ઉપરાંત, કાચેગુડા-મહબૂબનગર વચ્ચેના સ્ટેશનો પર ટ્રેનના આગમન અને પ્રસ્થાનના સમયમાં પરીવર્તન કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટથી મેડચલ સુધીના સ્ટેશનોના ટાઈમ ટેબલમાં કોઈ ફેરફાર થયો નથી.

- text

ટ્રેન નંબર 09575 રાજકોટ-મહબૂબનગર વીકલી સ્પેશિયલ 01.07.2024 થી 30.09.2024 સુધી દર સોમવારે રાજકોટથી 13.45 કલાકે ઉપડશે અને મંગળવારે 20.00 કલાકે મહબૂબનગર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09576 મહબૂબનગર-રાજકોટ સ્પેશિયલ, 02.07.2024 થી 01.10.2024 સુધી મહબૂબનગર થી દર મંગળવારે 22.10 કલાકે ઉપડશે અને ગુરુવારે 05.00 કલાકે રાજકોટ પહોંચશે.

- text