Morbi : માનસર પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદાય અને સન્માન કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીની માનસર પ્રાથમિક શાળાના માર્ગદર્શક, વૃક્ષપ્રેમી, પ્રકૃતિપ્રેમી, જીવપ્રેમી એવા શિક્ષક ખાંભરા ઉગાભાઈ વય નિવૃત્ત થતા તેમનો માનસર ગામના સરપંચ જીતુભાઈ ઠોરિયા અને ખાખરાળા ગ્રુપ શાળાના આચાર્ય અશોકભાઈ સદાતીયાની પ્રેરક ઉપસ્થિતિમાં આજે વિદાય અને સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ વિદાય કાર્યક્રમમાં નિવૃત થતા શિક્ષક ઉગાભાઈ ખાંભરાનું શાળા પરિવાર દ્વારા શાલ અને પ્રશિસ્ત સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળામાં ગત શૈક્ષણિક વર્ષ 2023-24 અંતર્ગત જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા, બાલાચડી સૈનિક સ્કૂલ પરીક્ષા, CET, NMMS, જ્ઞાનસાધના પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ અને ધોરણ 3 થી 8માં પ્રથમ નંબર મેળવેલા વિદ્યાર્થીઓને ઇનામ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન શાળાના આચાર્ય શૈલેષભાઈ ધાનજા અને શિક્ષક નીતેશભાઈ પડસુંબિયા દ્વારા અને બાળકો દ્વારા ઉગાભાઈ ખાંભરએ નોકરી દરમ્યાન થયેલા અનુભવો વ્યક્ત કર્યા હતા. અને નિવૃત્તિ બાદનું જીવન સ્વસ્થ અને આનંદમય પસાર થાય તેની શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમમાં ગામના માજી સરપંચ હેમલભાઈ દેથરીયા, ઉપસરપંચ વસંતભાઈ પંસારા, શાળાના SMC અધ્યક્ષ પ્રફુલભાઈ બોપલીયા, તલાટી મંત્રી રવિભાઈ કુવાડવા નારણકા પ્રા. શાળા ના આચાર્ય મોહનભાઈ લાવડીયા, વનાળિયા પ્રાથમિક શાળાના આચાર્ય નરેશભાઈ છત્રોલા અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા. તથા મહેમાનો, ગામના આગેવાનો અને શાળાના બાળકોએ સ્વરૂચી ભોજન કરીને આ કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો.

- text

- text