30 જૂન : બપોરે 2 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત

- text


મોરબીમાં ધોધમાર અઢી ઇંચથી વધુ, ટંકારા અને હળવદમાં પણ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો

મોરબી : મોરબી શહેરમાં લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થયા છે. રવિવારે સવારે 11 વાગ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. મોરબીમાં એક કલાકમાં અઢી ઇંચ જેટલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઇ હતી. જોકે લોકોએ સમસ્યાને ભૂલીને સારા વરસાદની મોજ પણ માણી હતી.


મોરબી જિલ્લામાં સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદની વિગત
મોરબી (તાલુકા સેવાસદન) : 69 mm
ટંકારા : 25 mm
હળવદ : 20 mm

જ્યારે માળીયા અને વાંકાનેરમાં વરસાદ નોંધાયો ન હતો.

(નોંધ: 25 mm બરાબર એક ઇંચ વરસાદ ગણાય)

- text


- text