હળવદમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા 

- text


હળવદ : હળવદના ભવાની નગર ઢોરો વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી 5 જુગરીઓની ધરપકડ કરી હતી.

હળવદ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રમેશભાઈ ગુગાભાઈ સાવડીયાના ઘરની પાસે જાહેરમાં જુગાર રમતા આરોપી કિશોરભાઈ ઉર્ફે કિશન બચુભાઇ બણોદરા, સોકતભાઈ અસીમભાઈ ભટ્ટી, વિશાલભાઈ હિંમતભાઈ બરીયા, ચિરાગભાઈ ઉર્ફે કિરીટ નાનજીભાઈ ચાવડા અને મનોજભાઈ ત્રિભોવનભાઈ ગીરીને ઝડપી લઈ રોકડા રૂપિયા 13,200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text