કોર્પોરેશનનું કાઉન્ટ ડાઉન ! મોરબી પાલિકાના કર્મચારીઓને કોર્પોરેશનના પાઠ ભણાવાયા

- text


ગાંધીનગર સ્પીપા તેમજ અમદાવાદ કોર્પોરેશનમાં પ્રત્યક્ષ તાલીમ

મોરબી : તાલુકામાંથી જિલ્લો બનેલા મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે મોરબી પાલિકાના સ્ટાફને મહાનગરપાલિકામાં કેવી કેવી સુવિધા હોય અને કામગીરી કેમ કહેવામાં આવે તે બાબતે ગાંધીનગર સ્પીપા તેમજ અમદાવાદ કોર્પોરેશનમાં પ્રત્યક્ષ કામગીરી અંગેની તાલીમ આપવામાં આવી રહી છે

મોરબી શહેર નગર પાલિકામાંથી મહાનગર બનવા જઈ રહ્યું છે ત્યારે મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ કેવી કેવી કામગીરી કરવી પડશે તેની પ્રત્યક્ષ તાલીમ નગર પાલિકાના કર્મચારીઓને આપવાનું શરૂ થયું છે. જેમાં એક મહિના પહેલા 5 જેટલા અધિકારીઓને ગાંધીનગર ખાતેની સ્પીપા, અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનમાં, ગિફ્ટ સીટી સહિતના સ્થાનોમાં કેવી રીતે કામગીરી કરવામાં આવી રહીઓ છે તેની તાલીમ આપી રિવર ફ્રન્ટ, બીઆરટીએસ કેવી રીતે કામ કરે છે વગેરે અંગેની જાણકારી આપવામાં આવી હતી.

- text

વધુમાં આ તાલીમ અંતર્ગત મોરબી નગર પાલિકામાંથી ટાઉન પ્લાનિંગ ઓફિસર ગાયકવાડ, હેડ ક્લાર્ક કનૈયાલાલ કાલરીયા, હિસાબનીશ ડોલરભાઈ, એસ્ટા વિભાગમાંથી મહેશભાઈ સોનગ્રા, શોપ ઇન્સ્પેકટર જે. કે સોલંકી સહિતના કર્મચારીઓ પાંચ દિવસની તાલીમ લઈ આવ્યા હતા. દરમિયાન આગામી પહેલી જુલાઈએ મોરબી નગરપાલિકાના જન્મ મરણ અધિકારી મહેશ મહેતા, હાઉસ ટેક્ષ અધિકારી દલસુખભાઈ પટેલ, અને ટાઉન પ્લાનિંગના ક્લાર્ક વિનુભાઈ ગઢવી ગાંધીનગર સ્પીપામાં પાંચ દિવસની તાલીમ લેવા જનાર હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

- text