ટંકારાના નેસડા ગામે દારૂ – બિયરના જથ્થા સાથે ખેતમજૂર પકડાયો

- text


ટંકારા : ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે પરપ્રાંતીય ખેત મજૂર વિદેશી દારૂ બિયરનું વેચાણ કરતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના ચપલા તેમજ બિયરના ટીન સહિત 8000નો દારૂ – બિયરનો જથ્થો ઝડપી લીધો હતો.

જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે પોલીસે કેનાલ વાળા રસ્તે જગદીશભાઈ રાજકોટિયાની વાડીએ દરોડો પાડી આરોપી કલમસિંહ નગરસિંહ માવી ઉ.19 નામના મધ્યપ્રદેશ અલીરાજપુરના વતની ખેત મજૂરને ઝડપી લઈ તલાશી લેતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 180 એમએલની 38 બોટલ કિંમત રૂપિયા 3800 તેમજ બિયરના 42 ડબલા કિંમત રૂપિયા 4200 મળી આવતા પોલીસે 8000નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text