મોરબીના પંચાસર રોડ ઉપર 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો

- text


ભુવો પડ્યો તેની નજીકમાં જ બે કેનાલની ખુલ્લી કુંડી પણ જોખમી હાલતમાં

મોરબી : મોરબીમાં પંચાસર રોડ ઉપર આજે અંદાજે 10 ફૂટ જેટલો ઊંડો ભુવો પડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઉપરાંત ત્યાં નજીકમાં જ બે ખુલ્લી કેનાલની કુંડી પણ જોખમી બની છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લામાં વરસાદી માહોલ જામી રહ્યો છે. આ દરમિયાન આજે મોરબીના પંચાસર રોડ ઉપર રાજનગર સામે અંદાજે 10 ફૂટ જેટલો ઊંડો ભુવો પડી ગયો છે. જેને કારણે સ્થાનિકો દ્વારા આ ભુવાને તાત્કાલિક રીપેર કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

- text

વધુમાં અહીંના સ્થાનિક દિનેશભાઈએ જણાવ્યું કે આ ભુવો પડ્યો છે એની નજીકમાં જ રોડની સાઈડ બે કેનાલની ખુલ્લી કુંડી છે. જેના ઉપર કઈ ઢાંકવામાં આવ્યું નથી. અહીં અનેક વાર ઢોર તેમાં પડી ગયા છે. બાદમાં સ્થાનિકો જહેમત ઉઠાવી તેને બહાર કાઢે છે. આ કેનાલની કુંડીને પણ ઢાંકવામાં આવે તેવી માંગ છે.

- text