સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સટાસટી : ધ્રોલમાં અઢી, રાજકોટમાં સવા બે ઈંચ, 

- text


ચોમાસાએ જમાવટ કરતા રાજ્યના 164 તાલુકામાં નોંધપાત્ર વરસાદ  

રાજકોટ : રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી 5 દિવસ દરમિયાન હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની સંભાવના વ્યક્ત કરી. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા અને ખેડા સહિતના 7 જીલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લા સહિતના અન્ય 26 જીલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે શનિવારે રાજ્યના 164 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો જેમાં જામનગરના ધ્રોલમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો જયારે રાજકોટમાં સવા બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

- text


રાજ્યમાં સવારે 6થી સાંજના 6 સુધીમાં પડેલા વરસાદના આંકડા જોવા ક્લિક કરો

06.00 TO 18.00 HRS RAINFALL DATA DT 29.06.2024


- text