ઘીયાવડ અને ઇશ્વરીયાનેસ પ્રા. શાળા સી.આર.સી.ના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ યોજાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના જુના કણકોટમાં ઘીયાવડ પ્રાથમિક શાળા અને ઇશ્વરીયાનેસ પ્રાથમિક શાળા સી.આર.સી.ના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા શ્રમ અધિકારી એમ.પી.જોશી, સી.આર.સી. સી.ઓ.નરેન્દ્રસિંહ ચૌહાણ, વાંકાનેર કિસાન મોરચા મહામંત્રી ધ્રુવરાજસિંહ ઝાલા, ગામના આગેવાનો બટુકસિંહ, ઇન્દુભા, ચેતનસિંહ, એસ.એમ.સી. સભ્યો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં પ્રાર્થના, યોગ, દીપ પ્રાગટય, સ્વાગત ગીત, કરાટે કાતા અને કુમિતે ડેમો, તેજસ્વી અને વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું તથા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રવેશપાત્ર બાળકોને 9 જેટલી વસ્તુઓથી સજ્જ શૈક્ષણિક કિટ આપવામાં આવી હતી. સરકાર દ્વારા બાળકોને મળેલા સાહિત્ય અને ગ્રીસ્મોત્સવની પ્રવૃત્તિઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. દાતા તરીકે જગુભા, ઇન્દુભા ( રહે.ઘીયાવડ ) હર્ષાબા, અનિતાબેન, જ્યોતિબેન, આશ્વી, હાર્દિ, હીર, અલકાબેન ( રહે. રાજકોટ)એ સહયોગ આપ્યો હતો.

- text

આ કાર્યક્રમ બાદ એસ.એમ.સી. સભ્યોની મિટિંગ, શાળા મુલાકાત અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળા.ના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. તેમ આચાર્ય વીરેન્દ્રસિંહ અને મનીષભાઈની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text