મોરબી તાલુકાની ઘુનડા (સ.) પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ

- text


મોરબી : રાજ્ય સરકાર દ્વારા રાજ્યની સરકારી શાળાઓમાં તારીખ 26 થી 28 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબી તાલુકાના ઘુનડા (સ.) ગામે સરકારી પ્રાથમિક શાળામાં ગત તારીખ 28 જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળામાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા વિકાસ અધિકારી મોરબી પી. એસ. ડાંગર તથા સી.આર.સી શૈલેષભાઈ કાલરીયા તથા એસએમસી કમિટી તથા બહોળી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં શાળાના બાલવાટિકાના 37 બાળકો તથા ધોરણ 1 ના 45 બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વાર્ષિક પરીક્ષામાં ધોરણ 3 થી 8માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તથા NMMS પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓ, PSE પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓનું સન્માન, જ્ઞાનસેતુ તથા જ્ઞાન સાધના પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થી અને મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓનું તેમજ શાળામાં સૌથી વધુ દિવસ હાજર રહેનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળામાં હર હંમેશ દાન કરતા દાતાઓનું મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. શાળામાં શિક્ષણ વિભાગ તરફથી મળેલ ઇન્ટ્રકટિવ પેનલ બોર્ડ તથા કોમ્પ્યુટર લેબનું તથા ધોરણ 1 થી 8 મળેલા સાહિત્યનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને અંતે વૃક્ષારોપણ તથા એસએમસી કમિટી સાથે શાળાના વિકાસ માટે શું આયોજન કરી શકાય તેની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

- text

- text