લાલપર પાસે ડમ્પરનો અકસ્માત : ડ્રાઇવરને બહાર કાઢવા ક્રેઇનની મદદ લેવાય

- text


 

મોરબી : મોરબીના લાલપર પાસે રાત્રીના સમયે ડમ્પરને અકસ્માત નડ્યો છે. આગળ જતાં વાહને સ્પીડબ્રેકરના કારણે બ્રેક મારતા આ અકસ્માત સર્જાયો છે. ડ્રાઇવર ડમ્પરમાં ફસાઈ ગયો હોય જેને બહાર કાઢવા માટે સંત કૃપા ક્રેઇનની મદદ લેવામાં આવી છે. આ અકસ્માતને કારણે રોડ ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા છે.

- text

- text