મોરબીની નવયુગ ગૃપ ઓફ કોલેજ ખાતે નવા ફોજદારી કાયદા અંગે તાલીમ સેમિનાર યોજાયો

- text


મોરબી : મોરબીની નવયુગ ગૃપ ઓફ કોલેજ ખાતે તારીખ 28-6-2024ના રોજ તાલીમ સેમિનાર યોજાયો હતો. જેમાં આગામી સમયમાં અમલમાં આવનાર નવા ફોજદારી કાયદા જેવા કે, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અંગે માહિતી આપવામાં આવી હતી.

આ સેમિનારમાં મોરબી જિલ્લાના મુખ્ય પોલીસ અધિકારીઓ, DySP ઝાલા, DySP સારડા, PI, PSI, ASI, અન્ય પોલીસ કર્મીઓ તથા નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ પ્રસંગે તાલીમ સેમિનારના મુખ્ય સ્વપ્નદ્રષ્ટા નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શન હેઠળ પ્રિન્સિપાલ ડો. સંઘવી, ડો. જયવીર પંડ્યા, ડો. પરેશ ડોબરીયાએ સાંપ્રત સમયની જરૂરિયાત અને સરકારના અભિગમથી નવા ફોજદારી કાયદામાં આવનાર ફેરફાર અંગે સેક્શન વાઇઝ દરેક કાયદાની વિસ્તૃત છણાવટ સાથે સમજ આપી હતી. આ ઉપરાંત આત્મ નિર્ભર ભારતના અભિગમ મારફતે થનાર ફાયદા તેમજ ન્યાય ક્ષેત્રે આવનાર ડિજિટેલાઇઝેશન, ઝડપી ન્યાય અને સાર્વભૌમત્વની સુરક્ષા અંગે રસપ્રદ સમજણ આ તાલીમ સેમિનારમાં આપવામાં આવી હતી.

- text

- text