બસમાં ઘેની પદાર્થ પીવડાવી મોબાઈલ-રોકડ સેરવી લેનાર આરોપીને 5 વર્ષની કેદ

- text


ભુજ – વેરાવળ રૂટની બસમાં કાગદળી નજીક બનેલી ઘટનામાં મોરબી કોર્ટનો ચુકાદો

મોરબી : વર્ષ 2012માં ભુજ – વેરાવળ રૂટની બસમાં બેઠેલા કોડીનારના વતની યુવાનને થમ્સઅપમાં ઘેની પદાર્થ પીવડાવી રોકડ તેમજ મોબાઈલ સેરવી લેનાર ગઠિયાને મોરબી કોર્ટે તકસીરવાન ઠેરવી 5 વર્ષની કેદની સજા ફ્ટકારવાની સાથે 6000 રૂપિયા દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

આ કેસની ટૂંકી વિગત જોઈએ તો ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આણંદપુર ગામના વતની ભરતગીરી ભાવગીરી ગૌસ્વામી નામના યુવાનનું ફેબ્રિકેશનનું કામ કચ્છમાં ચાલતું હોય 31-05-2012ના રોજ ભુજ – વેરાવળ રૂટની બસમાં બેસી પોતાના વતન જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કાગદળી નજીક શિવશક્તિ હોટલે બસ ઉભી રહેતા ભરતગીરીની બાજુમાં બેઠલા આરોપી નીતિન રમેશભાઈ ભટ્ટે થમ્સઅપમાં ઘેની પદાર્થ ભેળવી પીવડાવી દેતા ભરતભાઈને નીંદર આવી જતા જૂનાગઢ પહોંચ્યા ત્યારે પોતાના ખિસ્સામાંથી મોબાઈલ અને રોકડા રૂપિયા 5000 ગાયબ થઇ ગયાનું જણાતા જૂનાગઢ ફરિયાદ કરી હતી જે બાદ બનાવ ટંકારાની હદમાં બન્યો હોય ટંકારા પોલીસે તપાસ શરૂ કરી આરોપી નીતિન રમેશભાઈ ભટ્ટને ઝડપી લીધો હતો. આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે 11 મૌખિક અને 15 દસ્તાવેજી પુરાવાઓ અને સરકારી વકીલ વિજયભાઈ જાનીની દલીલો ધ્યાને લઈ આરોપી નીતિન રમેશભાઈ ભટ્ટને તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની કેદ તેમજ 6000 રૂપિયા દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

- text

- text