વીડી જાંબુડીયા, રાજગઢ અને સમથેરવા પ્રા. શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

- text


મોરબી : જામસર સીઆરસીની વીડી જાંબુડીયા, રાજગઢ અને સમથેરવા પ્રા. શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો.જેમાં મુખ્ય મહેમાન એ.પી. જોષી- સરકારી શ્રમ અધિકારી મોરબી જામસર CRC, ચૌહાણ નરેન્દ્રસિંહ એસ- તાલુકા સદસ્ય, કાંજીયા રમેશભાઈ માવુબા ઝાલા તેમજ ગામના સરપંચની ઉપસ્થિતમાં આંગણવાડી,બાલવાટિકા,અને ધોરણ 1 ના બાળકોને દફતર કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો.

- text

જામસર CRCની તમામ શાળાના બાલવાટિકાના વિદ્યાર્થીઓને 450 જેટલા દફતર કીટ દાતા પ્રવીણભાઈ કુણતિયા દ્વારા આપવામાં આવેલ હતા. શાળાના આચાર્ય તેમજ શિક્ષકોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text