હળવદના ટીકર ગામે એમ.જે.સી મહેતા વિદ્યામંદિરમાં શાળા પ્રવશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

- text


આ ઉજવણીમાં વૃક્ષારોપણ કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી

હળવદ : ટીકરમાં તા. 26મી જૂન, બુધવારના રોજ માતુશ્રી એમ.જે.સી મહેતા વિદ્યામંદિર ટીકર રણ ખાતે ટીકર શાળા નં 3, ટીકર પે સેન્ટર શાળા નંબર 1 અને માતુશ્રી એમ. જે. સી. મહેતા વિદ્યામંદિરના સંયુક્ત ક્રમે શાળા પ્રવશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2042-25નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉજવણી તાલુકા વિકાસ અધિકારી, સિંધવ સાહેબ અને મનરેગા એ.પી. ઓ. સંઘાણીના હસ્તે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ટીકર ગામના સરપંચ, માજી જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ, માજી તાલુકા પંચાયતના સદસ્ય વાસુદેવભાઈ, માજી સરપંચ ગણેશભાઈ, સામાજિક કાર્યકર અગ્રણી મનસુખભાઈ, ટીકર પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર, એસ.એમ. ડી. સી.ના સભ્યો, ગામના વડીલો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટીકર પે સેન્ટર શાળાના આચાર્ય જોશીના માર્ગદર્શન હેઠળ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. માતુશ્રી એમ.જે.સી. મહેતા વિદ્યામંદિર ટીકરના આચાર્ય સુરેશભાઈ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સામાજિક અગ્રણી મનસુખભાઈએ સરકારની વિવિધ યોજનાઓ, પરીક્ષાઓ જેવી કે, જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ રેસીડેન્સીઅલ સ્કૂલ, જ્ઞાન સુરક્ષા સ્કૂલ, નમો લક્ષ્મી શિષ્યવૃત્તિ, નમો સરસ્વતી શિષ્યવૃતિ જેવી યોજનાઓ વિશે જાણકારી આપી હતી. તાલુકા વિકાસ અધિકારી સિંધવ સાહેબે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. શાળામાં ચાલતા બાલવાટિકા, ધોરણ 1ના વિદ્યાથીઓ પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને માજી જિલ્લા પંચાયત સદસ્ય ધર્મેન્દ્રભાઈ દ્વારા દરેક વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દરેક મંચસ્થ મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ બાદ તાલુકા વિકાસ અધિકારી સિંધવ સાહેબે શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ માતુશ્રી એમ.જે.સી. મહેતા વિદ્યામંદિર ટીકરની સ્ટેમ લેબનું પણ ઉદ્દઘાટન કર્યું હતું. અને તેમને જાતે પ્રયોગ કરીને વિજ્ઞાન શિક્ષકો દિવ્યાબેન અને રિંકલબેનને વિજ્ઞાનના પ્રશ્નો પૂછીને લેબ વિશે જાણકારી મેળવી હતી.

- text

ત્યારબાદ વૃક્ષારોપણ કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. કાર્યક્રમ બાદ સિંધવ સાહેબે સરપંચ તથા ગામના અગ્રણીઓ અને તમામ શાળાના સ્ટાફ અને એસ.એમ. ડી.સી. ના સભ્યો સાથે શાળાના શિક્ષણ અને શાળાના વિકાસ બાબતે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે માતુશ્રી એમ.જે.સી. મહેતા વિદ્યામંદિર ટીકરનો સ્ટાફ, ટીકર પે સેન્ટર શાળાનો સ્ટાફ અને ટીકર શાળા નં 3નો સ્ટાફ સતત પ્રયત્નશીલ અને પ્રવૃત્ત રહ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા આર્થિક, શારીરિક, કે માનસિક રીતે જે સહકાર આપનારનો ટીકર પે સેન્ટર શાળાના આચાર્ય જોશી સાહેબ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

- text