મોરબી નજીક ફાયર ક્લેની ખનીજ ચોરી કરતા ત્રણ ડમ્પર પકડાયા

- text


ખાણ ખનીજ વિભાગ મોરબીએ રાતાભેર અને નીચી માંડલ નજીક કરેલી કાર્યવાહી : 90 લાખનો મુદ્દામાલ સિઝ

મોરબી : મોરબી જિલ્લામાં ખનીજ ચોરી ડામવા ખાણ ખનીજ વિભાગે શરૂ કરેલી સઘન ઝુંબેશમાં ગઈકાલે રાતાભેર અને નીચી માંડલ નજીક ચેકીંગ દરમિયાન ફાયર ક્લેની ખનીજ ચોરી મામલે રૂપિયા 90 લાખની કિંમતના ત્રણ ડમ્પર પકડી પાડી મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેરની સૂચના મુજબ રોયલ્ટી ઇસ્પેક્ટર રવિ કણસાગરા તથા માઇન્સ સુપરવાઇઝર મિતેશ ગોજિયા દ્વારા નીચી માંડલ તેમજ રાતાભેર વિસ્તારમાં ખનીજ ચોરીની ફરીયાદો અન્વયે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવતા ડમ્પર નંબર GJ-36-T-8007 ને મોરમ, GJ-36-V-3091 તથા GJ-36-V-2424 ને ફાયર ક્લે ખનીજના ગેરકાયદેસર વહન બદલ ઝડપી લઈ રૂપિયા 90 લાખની કિંમતના ત્રણેય ડમ્પરોને સીઝ કરી આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવ્યા હતા.

- text

- text