એ સાહેબ જલ્દી આવો… અમારા બિલ્ડિંગને જેક મારીને કોક ઉંચુ નીચું કરે છે !

- text


મોરબીમાં કોઈ નસેડીએ રવાપર ગ્રામપંચાયતને પણ ધંધે લગાડી

મોરબી : એ સાહેબ જલ્દી આવો… અમારા બિલ્ડિંગને જેક મારીને કોક ઉંચુ નીચું કરે છે, અમને બચાવો…મોરબીના રવાપર વિસ્તારમાં રહેતા કોઈ નસેડી શખ્સે સવારે ગ્રામપંચાયતના સરપંચને તેમજ મીડિયાને ફોન કરી રવાપર વિસ્તારમાં એપાર્ટમેન્ટને કોઈ હલાવી રહ્યું હોવાનું તેમજ જમીન નીચે કોઈ જનાવર આવી ગયું છે જલ્દી પગલાં ભરો તેવા ફોન કરતા ગ્રામપંચાયતના કર્મચારીઓ દોડતા થયા હતા. જો કે, બનાવ સ્થળે જતા ફોન કરનાર વ્યક્તિ ભાન ન હોવાનું સામે આવ્યું હતું.

- text

મોરબી શહેરના રવાપર ગ્રામ પંચાયતના સરપંચને સવારમાં કોઈ વ્યક્તિનો ફોન આવ્યો હતો અને રવાપર વિસ્તારમાં તેના એપાર્ટમેન્ટ નીચે કોઈ જનાવર આવી ગયું હોવાનું અને વાયર કાપી નાખી બિલ્ડિંગને હલબલાવી નાખ્યાનું કહેતા ગ્રામ પંચાયતના સરપંચે તપાસ માટે ટીમને દોડાવતા આવું કંઈ જ ન હોવાનું અને ફોન કરનાર વ્યક્તિ ભાન ન હોય તેવું જણાતા ટીમ પરત આવી ગઈ હતી. બીજી તરફ આ જ વ્યક્તિએ બપોરના સમયે મીડિયાને પણ ફોન કર્યો હતો અને ભૂગર્ભમાંથી કોઈ જેક ભરાવીને તેમના હરિદર્શન એપાર્ટમેન્ટને ઉંચુ નીચું કરી રહ્યું હોય ફટાફટ બનાવ સ્થળે પહોંચવા જણાવતા શેખચલ્લી જેવા સ્વપ્નમાં રાચતા આ વ્યક્તિના ફોનથી રમૂજ ફેલાઈ હતી

- text