Tankara : પીએમ શ્રી સજનપર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

- text


ટંકારા : ટંકારાની પીએમ શ્રી સજનપર પ્રાથમિક શાળામાં હર્ષોલ્લાસ સાથે પ્રવેશોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં બાલવાટીકા અને ધો.1 માં નવો પ્રવેશ મેળવનાર બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો અને બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. આ સાથે શાળાના ધો.3 થી 8 ના વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ જુદી જુદી પરીક્ષાઓ જેવી કે CET, જ્ઞાનસાધના, NMMS, DLSS અને સૌથી વધુ હાજરી ધરાવતા બાળકોને વિવિધ ઇનામો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા.

પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર અને નાયબ નિયામક અને ટેક્નિકલ શિક્ષણના કમિશનર-ગાંધીનગર એમ.જે.અધારાની ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ તકે શાળામાં અભ્યાસ વિવિધ ઇનામો અને તિથિ ભોજનના દાતાઓનું શાળા પરિવાર વતી સાલ અને સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ તકે શાળામાં સ્કૂલ ઓફ એક્ષલન્સ અંતર્ગત બાંધકામ થયેલા નવા રૂમનું લોકર્પણ પણ કરવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા અપાયેલ નિપુણ ભારત અંતર્ગત વિવિધ સાહિત્યનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજનમા શાળાના તમામ શિક્ષકોની અથાગ મહેનત બદલ સમગ્ર ગામ લોકો અને સરપંચ વિનોદભાઈ સિણોજીયા તેમજ આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

- text