અદેપર પ્રા.શાળામાં અધિક સચિવની ઉપસ્થિતિમાં યોજાયો શાળા પ્રવેશોત્સવ

- text


મોરબી : અદેપર પ્રા. શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશોત્સવની ઉજવણી મુખ્ય અતિથિ અધિક સચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવાલય એસ.કે. વઢવાણિયા , જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી તેમજ કાર્યપાલક ઇજનેર સિંચાઇ વિભાગ દાણીધારીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

આ તકે નવો પ્રવેશ મેળવનાર બાલવાટિકાનાં ભૂલકાઓને દાતા વિરજીભાઈ મનજીભાઈ ફેફર તરફથી સ્કૂલ બેગ , ધો. 1 થી 8 માં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ દાતા ભાયલાલભાઈ ફેફર તરફથી આપવામાં આવેલ હતા. આ તકે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી CET , PSE, NMMS જેવી શિષ્યવૃતિ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર બાળકોને શાળા પરિવાર દ્વારા શિલ્ડ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. સરપંચ અદેપર તેમજ સમગ્ર શાળા પરિવાર અદેપર તરફથી આ તકે સર્વે મહાનુભાવો, ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.

- text

- text