મોરબીના પાનેલી ગામે પોદળા બાબતે પાડોશીઓ બાખડયા

- text


કોશ, કુહાડી, લાકડી ધોકા વડે માર મારવામાં આવતા બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબી તાલુકાના પાનેલી ગામે ઘર પાસે પોદળો નાખવા બાબતે તેમજ કચરો નાખવા જેવી સામાન્ય બાબતે બે પાડોશીઓ બાખડી પડતા બન્ને પક્ષના મહિલાઓ પણ સામસામે આવી લાકડી, કુહાડી, ધોકા બને કોશ વડે હુમલો કરાયાનો આરોપ લગાવી ઇજાગ્રસ્ત બન્યા હોય પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પાનેલી ગામે ગોપાલ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ શાંતિલાલ કણઝારીયાએ આરોપી સહદેવ ભાણજીભાઈ કણઝારીયા, ધરમશીભાઈ ભાણજીભાઈ કણઝારીયા, નિમુબેન સહદેવભાઈ કણઝારીયા અને નિમુબેન ધરમશીભાઈ કણઝારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના બા સાથે આરોપીઓ મહિલાઓએ શેરીમાં ઘર સામે કચરો વાળવા અને પોદળા બાબતે બોલાચાલી ઝઘડો કરી લાકડી, કુહાડી અને લોખંડના પાઇપ વડે હુમલો કરી પથ્થરના ઘા કરી ફરિયાદી તેમજ સાહેદ ગૌરીબેન અને ભાઈ જયેશને ઇજાઓ પહોંચાડી હતી.

- text

સમાપક્ષે સહદેવભાઈ ભાણજીભાઈ કણઝારીયાએ આરોપી (૧) ગૌરીબેન ઉર્ફે ભુરીબેન શાંતીલાલ (૨) જીતેન્દ્રભાઇ શાંતીલાલ (૩) વર્ષાબેન શાંતીલાલ (૪) ગૌતમભાઇ લખમણભાઇ કંજારીયા (૫) જયેશભાઇ શાંતીલાલ કંજારીયા (૬) અરવિંદભાઇ લખમણભાઇ કંજારીયા(૭) શાંતીલાલ ડુંગરભાઇ અને (૮) લખમણભાઇ ડુંગરભાઇ રહે.તમામ પાનેલી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપીઓ તેમના ઘર પાસે પોદળો નાખી જતા સાહેદ વૈશાલીબેન કહેવા જતા આરોપીઓએ ગાળો આપી એક સંપ કરી લોખંડની કોશ વડે ફરિયાદી ઉપર હુમલો કરી નિષાબેનને માથામાં ગેમજ વૈશાલીબેનને ડાબા કાન પાસે ઇજાઓ પહોંચડતા બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text