માળિયાના મેઘપરમાં શિક્ષણની જ્યોત પ્રગટાવનાર કોકિલાબેન ત્રિવેદીનું નિધન

- text


મોરબી : માળિયાના મેઘપર ગામે શિક્ષણની જ્યોત પ્રગટાવનાર કોકિલાબેન પ્રફુલભાઈ ત્રિવેદીનું 80 વર્ષની વયે નિધન થયું છે. મૂળ મેઘપરના અને હાલ અમદાવાદ રહેતા કોકિલાબેન મોરબી- માળિયા પુનરૂત્થાન સમિતિ ટ્રસ્ટ, નિકેતન કન્યા છાત્રાલય અને ઉત્તર બુનિયાદી વિદ્યાલય સહિતની સંસ્થાઓના પાયાના પથ્થર સમાં હતા. તેઓનું બેસણું તા.30ને બપોરે 3 કલાકે 35/5, બીમાનગર સોસાયટી, શિવરંજની ક્રોસ રોડ પાસે, સેટેલાઇટ રોડ, અમદાવાદ ખાતે રાખેલ છે.

- text