હળવદમાં 48 કલાકમાં માસ-મટનની ગેરકાયદે દુકાનો બંધ નહીં થાય તો જનતા રેડ

- text


સામંતસર તળાવમાં ગેરકાયદે માછીમારી મામલે હિન્દુ સંગઠનો અગબબુલા

 

હળવદ : સૌથી વધુ બ્રાહ્મણોની વસ્તી ધરાવતા હળવદ શહેરના ઐતિહાસિક સામંતસર તળાવમાં ગેરકાયદેસર માછીમારી થતી હોવાના અહેવાલો બાદ વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગદળ, વેપારી મહામંડળ, કરણી સેના અને ચેમ્બર ઓફ કોમર્સના વેપારી આગેવાનો તળાવ ખાતે દોડી ગયા હતા અને માછીમારીની જાળો હટાવી અનેક માછલીઓને તળાવમાં મુક્ત કરી પોલીસ અને પાલિકા તંત્રને તળાવ ખાતે બોલાવી આગામી 48 કલાકમાં હળવદ શહેરમાં ધમધમતી માસ-મટનની ગેરકાયદે દુકાનો બંધ કરાવવા માંગ કરી અન્યથા જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.

નોંધનીય છે કે,પાછલા ઘણા વર્ષોથી હળવદ શહેરમાં જાહેરમાં ઈંડાની લારીઓ પણ ઉભી રહેતી નથી. ત્યારે રાજાશાહી સમયના તળાવમાં માછીમારીની ઘટનાથી લોકોમાં વ્યાપક રોષ ફેલાયો છે. તો બીજી તરફ આજે રાત્રે 9:30 કલાકે શહેરમાં આવે શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે હિન્દુ સંગઠનો દ્વારા એક અગત્યની બેઠક પણ રાખવામાં આવી છે જેમાં હળવદના અઢારે વર્ણને પધારવા આહવાન કરાયું છે.

ઉલ્લેખનીય છે કે વિહિપ,બજરંગદળ,વેપારી મહામંડળ, ચેમ્બર ઓફ કોમર્સ, કરણી સેના પોલીસ અને પાલીકાએ તળાવમાંથી માછીમારીની જાળ હટાવી માછલીઓને મુક્ત કરાવી હતી. ત્યારે ત્રણ માછલી અને એક કાચબાનુ મોત પણ નીપજ્યું હતું.

- text

- text