અંતે મચ્છુ નદીમાં બાંધેલી દિવાલના બીમ તોડવાનું શરૂ, આખી દીવાલ દૂર કરવા અંગે હવે નિર્ણય લેવાશે

- text


મોરબીમાં સ્વામિનારાયણ મંદિર સંસ્થા દ્વારા મચ્છુ નદીમાં બાંધકામ વિવાદમાં વહીવટકર્તાએ કહ્યું અમે ટેકનિકલ એક્સપર્ટની સલાહ લઈ રહ્યા છીએ

મોરબી : મોરબીની મચ્છુ નદીમાં કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર બાંધકામ કરવા મામલે મોરબી નગર પાલિકાએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વહીવટદાર સહીત 12 અસામીઓને નોટિસ ફટકારી બે દિવસમાં સ્વખર્ચે બાંધકામ દૂર કરવા આદેશ આપયા બાદ આજથી સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તાઓ દ્વારા સ્વૈચ્છીક રીતે મચ્છુ નદીમાં બાંધેલી દિવાલના બીમ તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે જોકે આખી દીવાલ દૂર કરવા અંગે હવે નિર્ણય લેવામાં આવશે અને આ મામલે ટેકનિકલ એક્સપર્ટની સલાહ લેવામાં આવી રહ્યા હોવાનું મંદિરના વહીવટકર્તાએ જણાવ્યું હતું.

મોરબીના મચ્છુ નદીના પટ્ટમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વહીવટદારો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવા મામલે અગાઉ મોરબી પાલિકા દ્વારા નદીના પટમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ બે દિવસમાં સંસ્થાના ખર્ચે દુર કરવાની કામગીરી શરૂ કરવા સુચના આપવામાં આવેલ હતી તેમ છતાં પણ બાંધકામ દૂર કરવામાં ન આવતા તંત્રએ ફરીથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તા ભરતભાઈ ભગવાનજીભાઈ બોપલીયા સહિતના 12 વહીવટ કર્તાને નદીમાં કરેલા બાંધકામ હટાવવા નોટિસ ફટકારવામાં આવતા જ સંસ્થાએ આજથી નદીના પટ્ટમાં બાંધેલી દિવાલના બીમ તોડવાનું શરૂ કરાયું છે.

- text

વધુમાં હાલમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા પાંચ બીમ તોડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. દીવાલ તોડવા મામલે મંદિરના વહીવટકર્તા ભરતભાઈ બોપલિયાએ જણાવ્યું હતું કે હાલમાં દીવાલ ઉપરના બીમ તોડવામાં આવી રહ્યા છે અને હવે અમે બીમની જગ્યાએ લોખંડની જાળી ફિટ કરીશું. અને સંપૂર્ણ દીવાલ હટાવવામાં બાબતે સંસ્થા દ્વારા ટેકનિકલ એક્સપર્ટની સલાહ લઈ નદીના પ્રવાહમાં કોઈ અડચણ ન આવે તે રીતે દિવાલના બાંધકામ અંગે તંત્ર સાથે ચર્ચા કરી આગળનો નિર્ણય લેવા આવનાર હોવાનું જણાવ્યું હતું.

- text