હળવદ : હળવદ તાલુકાના નવા ધનાળા ગામની પ્રાથમિક શાળામાં આજે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાલવાટિકમાં 11 બાળકો અને ધોરણ- 1માં 1 બાળકને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળામાં CET, NMMS, જવાહર નવોદય વિદ્યાલય, સૈનિક સ્કૂલ, જ્ઞાન સાધના જેવી શિષ્યવૃત્તિ યોજનામાં સારા માર્ક્સ સાથે પાસ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રવેશોત્સવમાં ગાંધીનગર ઉપસચિવાલયના ડો. વિશ્વાસ દેસાઈ, અનિલ સાહેબ, કેતન સાહેબ, હરેશભાઈ તારબુંદીયા, SMC અઘ્યક્ષ હસમુખભાઈ, ભૂતપૂર્વ સરપંચ ગોરધનભાઈ, ઘનશ્યામભાઈ, SMCના તમામ સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દેસાઈ સાહેબ દ્વારા બાળકોને ભણી ગણીને આગળ વધે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફ અને ગ્રામજનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.