હળવદની શિવપુર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

- text


હળવદ : હળવદ તાલુકાની શિવપુર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત નવા બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકામાંથી પધારેલ મહેમાન ખાનપરા પ્રિન્સિપાલ કૃષિ પોલિટેકનિકલ તેમજ સી.આર.સી. કો-ર્ડીનેટર ધનાળા પટેલ દિનેશભાઈએ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપીને બાલવાટિકાના બાળકોને પ્રવેશ આપીને આશીર્વાદ આપ્યા હતા. શાળાની સિદ્ધિઓ વતી શાળાના આચાર્ય તેમજ શિક્ષક ગણને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં બાળાઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.

ગામના જગદીશ બાપુ તરફથી ધોરણ 5 થી 8માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલા વિદ્યાર્થીઓને રોકડ ઇનામ રૂપે કુલ રકમ 12,254 ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. તેમજ આવતા સત્રમાં પણ ધોરણ 5 થી 8ના પ્રથમ 3 નંબર મેળવનાર વિદ્યાર્થીઓને કુલ રકમ 17,100 જેવી રકમ ઇનામ સ્વરૂપે આપવાની જાહેરાત કરી હતી. ગરીબ પરિવારની 30 દીકરીને દત્તક લઈને શિક્ષણની સાચી જવાબદારી નિભાવી છે.

- text

આ કાર્યક્રમમાં SMC સભ્ય જીતેન્દ્રભાઈ વાધડીયા દ્વારા સ્ટેશનરી કીટ ભેટ સ્વરૂપે આપી અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સુરેશભાઈ કોટડીયા તરફથી પણ શાળાના વિકાસ અર્થે 2600 રૂપિયાનું અનુદાન આપવામા આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં નંબર મેળવેલા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના બાળકોને રાજેશભાઈ જેઠલોજા તરફથી તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. તેમજ SMC સભ્ય ગીતાબેન જેઠલોજાએ સરકારની વિવિધ પરીક્ષાલક્ષી યોજનાથી ગ્રામજનોને વાકેફ કર્યા હતા.

- text