મોરબીમાં 2થી 4 વાગ્યા દરમિયાન 20, વાંકાનેરમાં 4 મીમી વરસાદ

- text


મોરબી : મોરબીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ બપોરના સમયે હાઉકલી કરી હતી સાથે જ વાંકાનેર પંથકમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા.


સવારે 6થી સાંજના 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ

06.00 TO 16.00 HRS RAINFALL DATA DT.28.06.2024


મોરબી જિલ્લામાં હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે શુક્રવારે બપોરે બેથી ચાર વાગ્યાના બે કલાકના સમયગાળામાં મોરબીમાં 20 અને વાંકાનેરમાં 4 મીમી વરસાદ વરસ્યો હોવાનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા જણાવી રહ્યા છે સાથે જ આજના દિવસમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત 79 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ નવસારીના ગણદેવી અને ચીખલીમાં વરસાદ વરસ્યો હતો.

- text


- text