વાંકાનેરમાં યુવતીને ભગાડી જવા મામલે યુવાનના પરિવાર ઉપર હુમલો

- text


યુવતીના પિતા સહિતના ત્રણ શખ્સોએ કારમાં આવી બઘડાટી બોલાવી

વાંકાનેર : વાંકાનેર શહેરના હરિપાર્ક સોસાયટીમાં યુવતીને ભગાડી જવા મામલે લુણસર ગામે રહેતા યુવતીના પિતાએ અમારી દીકરી અમને પાછી સોંપી આપો કહી બે અજાણ્યા શખ્સો સાથે મળી બઘડાટી બોલાવી યુવાનના પરિવારને બેટ વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરની હરિપાર્ક સોસાયટીમાં રહેતા ફરિયાદી વિષ્ણુભાઈ રમેશભાઈ જોલાપરાએ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત તા.25ના રોજ રાત્રીના સમયે આરોપી સંજયભાઈ વસિયાણી અને તેમની સાથે કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ કહ્યું હતું કે, તમારો દીકરો મારી દીકરીને ભગાડી ગયો છે, મને મારી દીકરી પાછી સોપી આપો જેથી ફરિયાદીના પિતા રમેશભાઇએ કહ્યું હતું કે, મારો દીકરો કયા ગયો છે મને ખબર નથી આવશે એટલે તમારી દીકરીને સોંપી આપીશું. આમ કહેતા જ આરોપી સંજય અને તેની સાથે આવેલા શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને બેટ વડે આખા પરિવારને માર મારી જતા જતા જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

- text

- text