મોરબી પોસ્ટ ઓફીસ પાછળ ઇકો ગાડી હટાવવા બાબતે છ શખ્સોનો વેપારી ઉપર જીવલેણ હુમલો

- text


વેપારીના ભાઈ અને પુત્રને ગંભીર ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા

મોરબી : મોરબીની મુખ્ય પોસ્ટ ઓફીસ પાછળ આવેલ બુઢાબાવાની લાઈનમાં દુકાન ધરાવતા વેપારી અને તેમના ભાઈ તેમજ પુત્ર ઉપર ઇકો ગાડી હટાવી લેવા બાબતે ઝઘડો કરી છ શખ્સોએ ઘાતક હથિયાર વડે હુમલો કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની મુખ્ય પોસ્ટ ઓફીસ પાછળ આવેલ બુઢાબાવાની લાઈનમાં હોઝિયરીની દુકાન ધરાવતા ફરિયાદી પંકજભાઈ મેઘજીભાઈ પલાણની દુકાન પાસે તેમના ગ્રાહકની ઇકો કાર પડી હોય તે સમયે ખાટકીવાસમાંથી ટાટા 407 વાહન આવતા ઇકો હટાવવા કહેતા વેપારીનો પુત્ર વૈભબ ઇકો હટાવતો હોવા છતાં આરોપી ગુલામ હાજીજુસબ ખોલેરાએ ઝઘડો કરી વેપારીને ત્યાં કામ કરતા સાહેદ આરીફને લાફા અને ઢીકા પાટુ મારી જતો રહ્યો હતો અને ઝઘડાનું સમાધાન પણ થઈ ગયું હતું.

- text

જો કે, થોડો સમય બાદ આરોપી ગુલામભાઇ હાજીજુસબભાઇ ખોલેરા રહે,ફુલ ગલી ખાટકીવાસમોરબી, ફેઝાન ગફારભાઇ ખોલેરા રહે,કુબેરનાથમેઇન રોડ ગ્રીન ચોક પાસે, મોરબી, ઇદરીશ ગફારભાઇ ખોલેરા રહે,કુબેરનાથમેઇન રોડ ગ્રીન ચોક પાસે મોરબી, કૃણાલ રમેશભાઇ કૈલા રહે,મોચી શેરી, ગ્રીન ચોક પાસે, મોરબી, ઇમરાન ગુલામભાઇ ખોલેરા રહે,ફુલ ગલી ખાટકીવાસમોરબી અને નાઝીર ઇસુબભાઇ દેવલીયા રહે,લુહાર શેરી મેમણ કોલોની પાસે મોરબી ફરી વેપારીની દુકાને પાઇપ અને ધારીયા લઈને આવ્યા હતા અને ઝઘડો કરી વેપારીના ભાઈ મહેન્દ્રભાઈ તેમજ પુત્ર વૈભવને ઇજાઓ પહોંચડતા ઇજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text