પલાસ ગામે ધારાસભ્યની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

- text


વાંકાનેર : રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા તથા એક પણ બાળક શાળા પ્રવેશ વિનાનો ના રહી જાય તે હેતુથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય એ માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વાંકાનેરના પલાસ ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ હાજરી આપી હતી.

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ બાળકોને આપવામાં આવતી નિપુણ ભારત કીટ, પાઠ્યપુસ્તક, પ્રવૃતિબુક, ચિત્રપોથી, લેખનપોથી જેવી વિવિધ પુસ્તિકાઓ નિહાળી હતી. પલાસ પ્રાથમિક શાળામાં ગોઠવેલા પુસ્તક પ્રદર્શનને નિહાળી ધારાસભ્ય જીતુભાઈ સોમાણી પ્રભાવિત થયાં હતા. બાળકોમાં નાનપણથી જ નૈતિક મૂલ્યોનું સિંચન થાય એવા શુભ આશયથી આ વખતે ધોરણ 6 થી 8 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ગીતાજીનું પૂજન અર્ચન કરી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.

- text

- text