શકત શનાળામાં તળાવની નહેર ફરી ચાલુ કરો : ગ્રામજનો

- text


ખેડૂતે નહેરના પાણી બંધ કરતા તળાવ ખાલી રહેતું હોવાનો આરોપ

મોરબી : મોરબીના શકત શનાળા ખાતે ચોમાસા દરમિયાન વરસતા પાણી તળાવ સુધી પહોંચે તે માટે રાજાશાહી સમયમાં નહેરો બનાવવામાં આવી હતી પરંતુ એક દ્વારા તળાવમાં જતા પાણીની નહેર બંધ કરી દેવામાં આવતા સ્થાનિક નાગરિકોએ આ નહેર ફરી ચાલુ કરવા મોરબી મામલતદાર સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી હટી.

મોરબીના શકત શનાળા ગામના સ્થાનિક નાગરિકોએ મામલતદારને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, મોરબીમાં રાજાશાહી વખતથી નહેર મારફતે તળાવમાં જે પાણી જતું હતું તે નહેર બાજુના ખેડૂતે બંધ કરવાથી તળાવમાં પાણી આવતું બંધ થઈ જતા તળાવ ખાલી રહે છે. આ તળાવનું પાણી ગ્રામજનો તેમજ માલધારી, ગાય, ભેંસ, ઘેટાં, બકરા વગેરેના પીવા અને વાપરવા માટે બારેમાસ થતો હોવાથી આ નહેર ફરી ચાલુ કરાવવા માંગ કરી છે. સાથે જ જો કોઈ નિવારણ નહીં આવે તો ગ્રામજનો તળાવની પાળે ઉપવાસ આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

- text

- text