મોરબીની પ્રેમજીનગર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ યોજાયો

- text


મોરબી : મોરબી જિલ્લાના નવા મકનસર ખાતે આવેલી પ્રેમજીનગર પ્રાથમિક શાળામાં આજે 27 જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ- 2024 યોજાયો હતો. જેમાં મકનસર ગામની કુલ 6 શાળા, નવા મકનસર, જુના મકનસર, ગોકુલનગર, બંધુનગર, વાદી વિસ્તાર., પ્રેમજીનગર શાળા સહિત સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત બાલવાટિકા અને ધોરણ- 1નાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કાર્યપાલક ઈજનેર, સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દિગ્વિજય સોલંકી અને સી. આર. સી. કૉ.ઓર્ડિનેટર રોહિતભાઈ પેઢડિયા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

આ તકે પ્રેમજીનગર શાળાનાં આચાર્ય કિશોરભાઈ બરાસરાએ પુસ્તક આપી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પ્રાસંગિક પ્રવચન બંધૂનગર પ્રાથમિક શાળાના આચાર્ય અમુલભાઈ જોશીએ કર્યું હતું. એનાઉન્સર શાળાની બાળા પાયલબેન ડાભીએ સંભાળ્યું હતું.

આ પ્રવેશોત્સવમાં ગામનાં વાલીઓ અને બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. smcનાં સભ્યોએ પણ હાજરી આપી હતી. ગત વર્ષમાં સારું પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. સરકારની નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના અને જ્ઞાનસેતુ , જ્ઞાન સાધના જેવી યોજના વિશે અમુલભાઇ જોશીએ માર્ગદર્શન આપ્યું હતું. ગામની-4 આંગણવાડી કેન્દ્રોનાં બાળકને પણ યુનિફોર્મ આપી સ્વાગત કરાયું હતુ. ઊપરાંત શાળામાં વૃક્ષારોપણ તથા અંતમાં આભાર વિધિ નવા મકનસર પ્રા.શાળાનાં આચાર્ય કિશોરભાઇ રાઠોડે કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા દરેક શાળાનાં શિક્ષકોએ પૂરી મહેનત કરી હતી

- text

- text