વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં આડેધડ ભૂગર્ભના કામોથી લોકો હેરાન

- text


ચોમાસામાં જ ખોદકામ કરવામાં આવતા પાણીની લાઈનો તૂટી ગઈ : રસ્તા ચાલવા યોગ્ય ન રહેતા ગ્રામપંચાયતના વહીવટદારને રજુઆત

વાંકાનેર : વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં ભૂગર્ભ ગટરના કામ માટે આડેધડ ખોદકામ કરી નાખવામાં આવતા પાણીની મુખ્યલાઈનો તૂટી જવાની સાથે રસ્તાઓની પણ પથારી ફરી ગઈ છે, ભર ચોમાસે આવી કામગીરીને કારણે લોકોને હળવા ચાલવામાં મુશ્ક્લી પડતા આ મામલે ભટિયા ગ્રામ પંચાયતના વહીવટદારને રજુઆત કરવામાં આવી છે.

ભાટિયા સોસાયટી વિસ્તારના લોકોએ લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, ચોમાસા દરમ્યાન આડેધડ ખોદકામ કરી યોગ્ય સમારકામ કર્યા વિના ડ્રેનેજ કામ ચાલુ રાખવામાં આવતા હાલમાં સોસાયટીની પાણીની લાઈનો તૂટતા પાણીની સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત વરસાદી પાણીનો પણ કોઈ નિકાલ ન હોવાથી તેમજ નબળી ગુણવત્તાની કામગીરી હોવાથી વાહનચાલકો તેમજ નાગરિકોને મુખ્યમાર્ગો પર કાદવ કીચડમાંથી પસાર થવું પડી રહ્યું છે. બીજીતરફ સ્ટ્રીટ લાઇટની રીપેરીંગની વ્યવસ્થા ન હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આ ગંદકીમાં ભયંકર રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ ? તેવા નર્ક સમાન બની ગયેલા ભાટિયા વિસ્તારને સુવિધા આપવા માંગ કરવામાં આવી છે.

- text

- text