મોરબી : પોલીસ લાઈન કુમાર અને કન્યાશાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો     

- text


મોરબી : પોલીસ લાઈન કુમાર અને કન્યાશાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં આઈટીઆઈ મોરબીના પ્રિન્સિપાલ અને મેડિકલ ઑફિસરનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું ત્યાર બાદ પોલીસ લાઈન કન્યા અને પોલીસ લાઈન કુમાર શાળાનાં બાલવાટિકા તેમજ ધોરણ – 1 નાં બાળકોને મહેમાનોના હસ્તે શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો.

બોયઝ હાઇસ્કૂલના ધોરણ 9નાં બાળકોને પુસ્તકો આપી પ્રવેશ આપવામાં આવ્યો. ધોરણ 3 થી 8નાં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ દ્વિતિય અને તૃતિય આવેલ બાળકોને લેટરપેડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં પોલીસ લાઈન કન્યાશાળાનાં ભૂતપૂર્વ આચાર્ય દંપતી અને દાતા એવા પ્રફુલભાઈ રામાવત અને જનકબેન રામાવતનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. આ તકે પોલીસ લાઈન કન્યાશાળાનાં ઇનોવેટિવ અને મોરબી તાલુકાનાં શ્રેષ્ઠ શિક્ષક ફટાણિયા અનિલભાઈને શાળામાં કરેલ વિશિષ્ઠ કામગીરી બદલ શાળાનાં આચાર્ય, SMC ના સભ્યો તેમજ પધારેલ મહેમાન દ્વારા સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. અંતમાં મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોલીસ લાઈન કુમાર અને પોલીસ લાઈન કન્યાશાળાનાં આચાર્ય,સ્ટાફ તેમજ બાળકોએ જેહમત ઉઠાવી હતી.

- text

- text