મોરબી : આનંદનગરમાં પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ

- text


10 દિવસથી પાણીના ધાંધિયાથી હાલાકી, તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહિ

મોરબી : મોરબીમાં મચ્છુ 2 ડેમના રિપેરિંગને લીધે પાલિકામાં દરરોજ પાણીના પ્રશ્નને લઈ લોકો હલ્લાબોલ બોલ્યો હતો ત્યારે ડેમ રીપેરીંગ થઇ ગયા પછી પણ પાણીની સમસ્યા યથાવત રહી છે જેમાં મોરબીના બાયપાસ પાસે આવેલ આનંદ નગર વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પાણીનું ટીપું આવ્યું નથી આથી લોકોને પાણીના ટેન્કર મંગાવા પડે છે.

આ બાબતે આનંદ નગરના રહેવાસીઓએ સબંધિત તંત્રને લોકોએ રજૂઆત પણ કરી છે આમ છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. અને પાણી પુરવઠા અને પાલિકા એક બીજા ઉપર ઢોળી રહ્યા છે. જેનું ભોગ લોકોને બનવું પડે છે. આ વિસ્તારમાં મોટાભાગે સામાન્ય પરિવાર રહે છે. જેમને પાણી વેચાતું લેવું પોસાઈ તેમ નથી, અને પાલિકાનું ટેન્કર આવે છે તો એમાં પાણી ભરવા બાબતે મહિલાઓમાં દરરોજ બેડા યુદ્ધ થાય છે અને વિસ્તારને પાણી પૂરું પણ પડતું નથી. આથી પાલિકા અને પાણી પુરવઠા બંને ભેગા મળી વહેલી તકે પાણીનો પ્રશ્નનું ઉકેલ લાવે તેવું રહેવાસીઓ ઈચ્છી રહ્યા છે

- text

- text