મોરબી જિલ્લા પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિવસની ઉજવણી કરાઈ

- text


મોરબી જિલ્લાને નશા મુક્ત બનાવવા વિવિધ કાર્યક્રમો યોજાયા

મોરબી : 26 જૂને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિનની ઉજવણીના ભાગ રૂપે મોરબી જિલ્લામાં આવેલી વિવિધ સ્કૂલો, કોલેજો તથા જાહેર સ્થળોએ હોર્ડિંગ્સ, બેનરો તેમજ સાહિત્ય કલાકારો દ્વારા સોશ્યલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરી મોરબી જિલ્લાને નશામુક્ત બનાવવા જાહેર જનતામાં જાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા મોરબી ડિવિઝન તથા એસ.એચ.સારડા વાંકાનેર ડિવિઝનનાઓ દ્વારા તારીખ 26 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લાના એસ.ઓ.જી.પોલીસ ઇન્સ્પેકટર, એમ.પી.પંડ્યા તથા મોરબી જિલ્લાના તમામ થાણા અધિકારીઓ સાથે ચર્ચા-વિમર્શ કરી અને માર્ગદર્શન પાઠવવામાં આવ્યું હતું કે, તારીખ 12 જૂન થી 26 જૂનના સમયગાળા દરમ્યાન મોરબી જિલ્લામાં આવેલી શાળાઓ, કોલેજો તથા જાહેર જગ્યાઓ ઉપર ડ્રગ્સ મુક્તિ અંગેના સેમિનારો યોજી લોકોમાં ડ્રગ્સ વિરુદ્ધ જાગૃતિ લાવવા અભિયાન ચલાવવામાં આવ્યું હતું તથા આ અંગે જરૂરી હોર્ડિંગ્સ, બેનેરોનો ઉપયોગ કરવો તેમજ જાહેર માર્ગો પર તથા સિરામિક ઇન્ડટ્રીઝ વિસ્તારના મજૂર લોકો સાથે સંવાદ સાધી લોકો આ બાબતે જાગૃત બને તે માટેની જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી અને આ ડ્રગ્સના દુષણને નાથવા માટે સાહિત્ય કલાકારો તેમજ સામાજિક અગ્રણીઓનો સંપર્ક કરી સોશ્યલ મીડિયોનો ભરપુર ઉપયોગ કરી લોકોમાં ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં અલગ-અલગ કુલ-14 શાળા/કોલેજોમાં કાર્યક્રમો યોજી આશરે- 1500 જેટલા વિધાર્થીઓમાં આ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ અભિયાન દરમ્યાન મોરબી જિલ્લાના હોટ સ્પોટ વાંકાનેર વિસ્તારમાં નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર ડિવિઝનનાઓએ જાતેથી ઓડિયો મારફતે આમ જનતાને સંદેશો પાઠવ્યો હતો તેમજ થાણા અધિકારી મારફતે હસનપર, ચંદ્રપુર ગામ, કુંભારપરા વિગેરે વિસ્તારમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

- text

આ સમગ્ર અભિયાન દરમિયાન વિવિધ જાહેર સ્થળો જેવા કે, બાગ બગીચા, રેલ્વેસ્ટેશન/બસસ્ટેશન એમ જ્યાં જાહેર જનતાની અવર-જવરનું વધારે હોય તેવા કુલ-11 સ્થળોએ સંવાદ તેમજ સભાઓ યોજી, બેનરો અને હોર્ડીંગ્સ લગાવી આશરે 3 થી 4 હજાર જેટલા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. શ્રમિક વર્ગ જેવા કે, કારખાનામાં કામ કરતા મજૂર વર્ગનો સંપર્ક કરી તેઓને આ દુષણથી દુર રહેવા સમજ કરી જાગૃતિ ફેલાવાઈ હતી. લોકપ્રિય સાહિત્ય કલાકારો માયાભાઈ આહીર, વગેરેનાઓનો સાથે સંવાદ કરી તેઓ મારફતે સોશ્યલ મીડિયા દ્વારા મોરબી જિલ્લામાં નાગરીકોમાં આ અંગે જાગૃતિ ફેલાય તેવા ભરપુર પ્રયાસો કરવામાં આવ્યા હતા.

આ ઝુંબેશ દરમિયાન આવા માદક પદાર્થોના દુષણથી દુર રહેવા બાબતે રાજ્ય સરકારના વિવિધ કર્મચારીઓ તેમજ શાળા કોલેજોમાં આ અંગે સપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમજ આવી કોઈ ગેર કાયદેસર પ્રવૃતિઓ કરતા ઇસમો સમાજની અંદર દેખાઇ આવે તો તરત જ ટોલ ફ્રી નંબર-1908 તથા જિલ્લા કંટ્રોલ નં- 02822- 243478 તથા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું હતું.

- text