મોરબીમાં રીક્ષામાં ઉલ્ટી કરવાના બહાને ખેતમજૂરના નાણાંની તફડંચી

- text


માર્કેટિંગ યાર્ડમાં જીરું વેચીને જતા ખેત મજૂરને ગઠિયા ભટકી ગયા

મોરબી : મોરબીમાં રીક્ષા ચાલક અને પેસેન્જરના સ્વાંગમા બેઠેલા ગઠિયાઓ અવાર નવાર પેસેન્જરને લૂંટી લેતા હોવાની ઘટના વચ્ચે મોરબી યાર્ડમાં જીરું વેચવા આવેલા ખેતમજૂરને આવા જ ગઠિયા ભટકી જતા રીક્ષામાં ઉલ્ટી કરવાને બહાને ખેતમજૂરના 50 હજારની તફડંચી કરી નાસી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કૃષ્ણનગર ખાતે રાજેશભાઇ જેઠાભાઇ કાનગડની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ગણપતભાઈ હજારીયાભાઇ કોળી ઉ.50 ગત તા.24ના રોજ મોરબી યાર્ડમાં જીરું વેચવા આવ્યા હતા અને બાદમાં યાર્ડ પાસેથી સીએનજી રીક્ષામાં બેસીને જતા હતા ત્યારે રીક્ષામાં બેઠેલા બે અજાણ્યા પુરુષ અને એક સ્ત્રીએ ઉલ્ટી ઉબકા કરવાનું બહાનું કરી ગણપતભાઈ પાસે રહેલ જીરું વેચાણના રૂપિયા 50 હજારની તફડંચી કરી લેતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text