ઓરેન્જ એલર્ટ વચ્ચે કચ્છમાં ધોધમાર : પરંતુ મેઘાડંબર વચ્ચે મોરબી હજુ કોરું ધાકડ

- text


મોરબીવાસીઓ મેઘરાજાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે : રાજકોટમાં ઝાપટા : ભાવનગર,બોટાદ, જૂનાગઢ, જામનગર સહીત સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક 

મોરબી : હવામાન વિભાગ દ્વારા ગુરુવારે ભરૂચ,સુરત,જામનગર,રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્ટ એલર્ટ જાહેર કર્યું હતું ત્યારે ગુરૂવારે કચ્છના ભુજ અને નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સાથે જ ભાવનગર,બોટાદ, જૂનાગઢ, જામનગર સહીત સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ સાથે સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં કુલ 107 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે મોરબી જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે પણ મોરબી શહેર હજુ કોરું ધાકડ રહેતા મોરબીવાસીઓ અસહ્ય બફારા વચ્ચે મેઘરાજાને મન મૂકીને વરસવા પ્રાથના કરી રહ્યા છે.

રાજ્યના હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી કરી ભરૂચ,સુરત,જામનગર,રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી અને દ્વારકા જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી 30 જૂને ભરૂચ સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુરુવારે મેઘરાજાએ કચ્છ જિલ્લામાં હેત વરસાવ્યું હતું.કચ્છમાં બીજા દિવસે પણ વરસાદ પડ્યો હતો. ભુજ મીરઝાપર અને સુખપર વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી. કચ્છના નખત્રાણામાં બપોરે ભારે વરસાદ ખાબકી પડતા મુખ્ય બજારમાંથી નદી વહી નીકળી હોય તેવા દ્દશ્યો જોવા હતા. સતત દોઢ કલાક સુધી વરસાદ વરસતા નખત્રાણા શહેરમાં અંદાજીત દોઢ ઇંચ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે નખત્રાણામાંથી પસાર થતો ભુજ લખપત ધોરીમાર્ગ થંભી ગયો હતો.

- text

જયારે બોટાદ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. ગઢડામાં સતત બીજા દિવસે વરસાદ શરૂ થયો હતો.અમરેલી જિલ્લામાં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. ખાસ કરીને લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા બજારોમાં પાણી ભરાયા હતા.ગીરસોમનાથ જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો હતો અને તાલાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો જયારે તાલુકાના ધાવા ગીર, સુરવા, જામ્બુર, જસાધારમાં ધીમીધારે વરસાદ શરૂથયાના અહેવાલ મળી રહ્યા છે.રાજકોટમાં શહેર પણ ગુરુવારે બપોરના સમયે જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જયારે જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર પવનની ગતિ તેજ બનતા ગિરનારની રોપ વે સેવા બંધ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.


સવારે 6થી સાંજના 6 સુધીનો વરસાદ 

પોશીના 46

ભુજ 40

નખત્રાણા 39

ગઢડા 35

ભાવનગર 33

જેતપુર 31

માંડવી(કચ્છ)31

વલ્લભીપુર 27

ઘોઘા 26

મહુવા 26

માણાવદર 25

સાંતલપુર 20

ધ્રોલ 20

સિહોર 20

ખંભાળિયા 19

મેંદરડા 18

નિઝર 17

બોટાદ 17

અબડાસા 15

કાંકરેજ 15

કોટડા સાંગાણી 15

લાઠી 15


- text