તમે નિર્ભીક બની ફરિયાદ કરો અમે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરશું : જિલ્લા પોલસવડા

- text


મોરબી જિલ્લામાં વ્યાજંકવાદ અટકાવવા પોલીસ દ્વારા જન સંપર્ક સભા યોજાઈ

મોરબી : મોરબીમાં જિલ્લા પોલીસ દ્વારા વ્યાજંકવાદને નાથવા વિવિધ બેંકોના સહયોગથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જન સંપર્ક સભાનું આયોજન કરવામાં અવાય હતું. જેમાં 1.41 કરોડ ના લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે તમે નિર્ભયપણે પોલીસને લેખિત કે મૌખિક જાણ કરો, અમે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરશું.

મોરબીમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજંકવાદના દુષણને ડામવા લોકોને સરળ રીતે લોન મળી રહે તે માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં 15 જેટલી બેંકો અને ફાયનાન્સ બેંકો જોડાઈ હતી. અને લોકોને સરળ અને ઓછા વ્યાજે લોન કેવી રીતે મળી રહે તે વિશેની માહિતી આપવામાં આવી હતી. આ અંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વિશાલ દેત્રોજાએ જણાવ્યું હતું કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સરકારની વિવિધ યોજનાઓ છે જેનો લોકોએ લાભ લેવો જોઈએ અને બેંકોને ટકોર કરતા જણાવ્યું હતું કે બેંકો પણ મોટા ઉદ્યોગપતિઓની સાથે નાના લોકોને પણ લોન આપે.

જયારે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે લોકોને ગમે ત્યારે ગેમે તેવી પરિસ્થિતિમાં રૂપિયાની જરૂર પડે છે ત્યારે કોઈ વધુ વ્યાજ લેતા શખ્સો પાસેથી રૂપિયા ન લેતા બેંકો અથવા નોંધાયેલ નાણાં ધીરધાર કરનાર સંસ્થા પાસેથી રૂપિયા લેવા જોઈએ, અને આજે તમારે કોઈ પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નથી જિલ્લાના બધા પોલીસ સ્ટેશનના કાઉન્ટર અહીં ઉપલ્ભધ છે. આપને જે કોઈ માહિતી જોઈએ તે મળી જશે આ ઉપરાંત તમારા ધ્યાનમાં કોઈ વધારે વ્યાજ લેતા હોય તેની માહિતી હોય તો તમે આપી શકો છો. આપનું નામ ગુપ્ત રહેશે. અને તમે ભોગ બનેલા હોય તો ફરિયાદ પણ કરી શકો છો. અને તમે નિર્ભયપણે પોલીસને લેખિત કે મૌખિક જાણ કરો, વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગત વર્ષે જિલ્લામાં 128 જેટલા લોક સંપર્ક કાર્યક્રમ યોજી 23 જેટલા લાભાર્થીઓને 2.60 કરોડની લોન અપાવી હોવાનું અને વ્યાજંકવાદના 50 જેટલા ગુન્હાઓ નોંધી 140 જેટલા વ્યાજખોરોને ઝડપી તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. અને આવનારા એક મહિનામાં અલગ અલગ વિસ્તારોમાં અને તાલુકાઓમાં સંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. જયારે આજના જન સંપર્ક અભિયાનમાં 1.41 કરોડની રૂપિયાની લોકના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે જુદી જુદી બેંકોના મેનેજરો, ડીવાયએસપી સમીર સારડા, પટેલ અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text