મોરબીમાં ચોમાસુ બેસતા જ જર્જરિત બિલ્ડીંગોને નોટિસના નાટક : 70 આસામીઓને નોટિસ અપાઈ

- text


જર્જરિત બિલ્ડીંગ દૂર નહિ કરે તો પાણીલાઈટ અને ભૂગર્ભ કનેકશન કટ કરાશે

મોરબી : મોરબી શહેરમાં અનેક જુના અને જર્જરિત બિલ્ડીંગો જોખમી બન્યા હોવા છતાં પણ મોરબી નગરપાલિકા દ્વારા આવા જોખમી બિલ્ડીંગોને હટાવવાને બદલે દર વર્ષે ચોમાસુ આવે ત્યારે નોટિસ ફટકારી સંતોષ માની લે છે ત્યારે આ વર્ષે પણ ચોમાસુ આવતા જ મોરબી નગરપાલિકાએ 70 બિલ્ડીંગોને નોટિસ ફટકારી આત્મસંતોષ માની લીધાનું સામે આવ્યું છે.

મોરબી નગર પાલિકા દ્વારા શહેરની મુખ્ય બજાર, ગ્રીન ચોક વિસ્તાર, નહેરુ ગેટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં જૂની બિલ્ડીંગો અત્યંત જર્જરિત હાલતમાં હોય તેને પાડવા માટે 70 જેટલા આસામીઓને છેલ્લા 20 દિવસમાં નોટીસ પાઠવી છે અને તેના ખર્ચે જર્જરિત ભાગ દૂર કરવાની તાકીદ કરી છે. પરંતુ હજુ મોટાભાગની જર્જરિત બિલ્ડીંગો જેમની તેમ સ્થિતિમાં જ છે. માત્ર એક બે કિસ્સામાં જ આસામીએ આવા જોખમી બાંધકામ દૂર કર્યા છે. બીજી તરફ મોટાભાગની બિલ્ડિંગોમાં માલિક મોરબી બહાર રહેતા હોવાનું અને અહીં ઘણા વર્ષથી આવ્યા જ ન હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

શહેરના જર્જરિત બિલ્ડીંગો અંગે પાલિકા ટાઉન પ્લાનિંગ ઓફિસર વિનયભાઈ ગાયકવાડએ જણાવ્યું હતું કે જર્જરિત બિલ્ડિંગના આસામીઓને નોટિસ આપવામાં આવી છે આમ છતાં જે લોકોએ દૂર નહિ કર્યું હોય તેને બે થી ત્રણ દિવસની અંદર લાઈટ, પાણી અને ગટર કનેકશનો કાપી નાખવાની નોટિસ પાઠવવામાં આવશે અને આમ છતાં નહીં પડે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેર કર્યું હતું.

- text

- text