વાંકાનેરના ધર્મનગરમાં બે મકાન ઉપર વીજળી પડી

- text


વાંકાનેર : વાંકાનેરના ધર્મનગરના હરી પાર્કમાં બે મકાન ઉપર વીજળી પડી હોવાની ઘટના સામે આવી છે.આજરોજ ગાજવીજ અને ભારે વરસાદ વચ્ચે હરીપાર્કમાં રહેતા પ્રવીણભાઈ બાબુભાઈ વાટકિયા અને મુકેશભાઈ જીવરાજભાઈ વાટકિયાના મકાન ઉપર વીજળી પડતા ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટ અને પાણીની પાઇપમાં નુકસાન થયેલ છે. જો કે સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી.

- text