મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા રજીસ્ટર થયેલા લગ્ન સર્ટિફિકેટનું વિતરણ કરાયું 

- text


મોરબી : ગંગા સ્વરૂપ સહાય સમિતિ મોરબી દ્વારા તારીખ 24-2-2024ના રોજ સાંઈ મંદિર નવલખી રોડ પર આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે 10 ગંગા સ્વરૂપ બહેનોની દીકરીઓનો સમૂહ લગ્ન યોજાયો હતો. જેમાં ગુજરાત સરકારના નિયમ મુજબ મોરબી નગરપાલિકામાં લગ્ન રજીસ્ટ્રેશન થતાં તમામ 10 દીકરીઓને લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. જેથી તેઓને ગુજરાત સરકાર તરફથી કુંવરબાઈના મામેરા પેટે મળતી રકમ કન્યાદાન સ્વરૂપે સહાય યોજનાનો લાભ લઈ શકે.

આ રજીસ્ટર થયેલા લગ્ન સર્ટિફિકેટ વિતરણ તારીખ 25-6-2024ના રોજ મોરબી ગંગા સ્વરૂપ સહાય સમિતિની ઓફિસમાં અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજાના માર્ગદર્શન હેઠળ કારોબારી સભ્યો રણછોડભાઈ પટેલ, બાલુભાઈ કડીવાર, કષ્ટભંજન હનુમાનજી સાંઈ મંદિરના મહંત બાબુભાઈ અને ત્રિભોવનભાઈ સી. ફુલતરિયાની હાજરીમાં કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા એક બહેનને સિવણ તાલિમ કેન્દ્રના સર્ટિફિકેટના આધારે સિલાઈ મશીન આપવામાં આવ્યું હતું. તેમ સમિતિના સભ્ય ટી. સી. ફુલતરિયાએ યાદીમાં જણાવ્યું હતું.

- text

- text