મોરબીની પીએમ તાલુકા શાળા નં.2માં કલેકટરની ઉપસ્થિતિમાં બાળકોનો શાળા પ્રવેશ

- text


બાલવાટિકામાં ૩૭ દીકરીઓ તથા ધોરણ ૧ માં ૫૩ દીકરીઓને પ્રવેશ કિટ અર્પણ કરી પ્રવેશ અપાયો

મોરબી : મોરબીના દરબારગઢ પાસે આવેલ પીએમ તાલુકા શાળા નં.૨ માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી, સીડીપીઓ મયુરીબેન, બીઆર સી કોઓર્ડીનેટર મોરબી ચિરાગભાઈ આદ્રોજા, મોડેલ સ્કૂલ હળવદ આચાર્ય અલ્તાફભાઈ ખોરજીયા, સી.આર.સી કો-ઓર્ડીનેટર રિકિતભાઈ વીડજા, ભૂતપૂર્વ નગરપાલિકા સદસ્ય અનોપસિંહ જાડેજા વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી.

જુન -૨૦૨૪થી શાળામાં બાલવાટિકામાં ૩૭ દીકરીઓ તથા ધોરણ ૧ માં ૫૩ દીકરીઓને પ્રવેશ કિટ અર્પણ કરી પ્રવેશ આપ્યો હતો. ગત વાર્ષિક પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવી પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીનીઓને સિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. સરકાર દ્વારા લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે NMMS, CETમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

શાળા સાથે હર હંમેશ જોડાયેલા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું. જિલ્લા કલેકટરએ વિદ્યાર્થીઓના વાલીઓને સરકારની યોજનાઓનો પરિચય આપી શૈક્ષણિક ગુણવત્તા સુધરે તે માટે સહકાર આપવા માટે પ્રેરક ઉદબોધન કર્યું. તેમજ આ શાળામાં આ વર્ષે ખાનગી શાળામાંથી ૨૮ દીકરીઓએ પ્રવેશ મેળવેલ છે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text