હળવદમા એક કલાકમાં દોઢથી બે ઈંચ, બે ગામોમા વીજળી પડી

- text


જોગડ ગામે વીજળી પડતા ખેતમજૂરનું અને ચિત્રોડી ગામે ભેંસનું મોત

હળવદ : હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે બુધવારે હળવદ પંથકના સાંજના સાતેક વાગ્યા બાદ ગાજવીજ સાથે વરસાદ ખાબકતા એક જ કલાકમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. સાથે જ કડાકા ભડાકા સાથે વરસાદ આવતા જોગડ ગામે ખેતમજૂરનું અને ચિત્રોડી ગામે એક ભેંસનું વીજળી પડવાથી મૃત્યુ નીપજ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ મોરબી જિલ્લામાં રુમઝુમ કરતી મેઘસવારી આવી પહોચી હતી અને સાંજના સાતેક વાગ્યાના અરસામાં હળવદ પંથકમાં કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા હળવદ તાલુકાના જોગડ ગામે આકાશી વીજળી પડતા એક ખેતમજૂરનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ચિત્રોડી ગામે વીજળી પડતા એક ભેંસનું મૃત્યુ નીપજ્યું હોવાનું અને એક કલાકમાં જ દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

- text