વાંકાનેર નજીક બે બાઈક અથડાતા વૃદ્ધનું મૃત્યુ

- text


વાકાનેર : વાકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર વાંકાનેર શહેરની નર્સરી ચોકડી નજીક બાઈક લઈને જઈ રહેલા હશનપર ગામના સતાભાઈ પાંચાભાઈ મૂંધવા ઉ.74 પોતાનું બાઈક વળાંક વાળતા હતા ત્યારે જીજે – 36 – એએચ – 0689 નંબરના બાઈક ચાલકે સતાભાઈને હડફેટે લઈ અકસ્માત સર્જતાં માથાના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન સતાભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પુત્ર હકાભાઈએ બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text